Gujarat Weather : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

Gujarat Weather : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી
પ્રકાશિત

ગુજરાતમાં ફરીથી હવામાન પલટાવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં હવામાનમાં પલટો થવાની શક્યતા છે.

ગુજરાત પર તેની અસર 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી જોવા મળે તેવી શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અત્યારની સ્થિતી જો યથાવત્ રહે તો ગુજરાતના મોટાભાગનાં વિસ્તારોમાં વાતાવરણ પલટાશે.

ગુજરાતના પૂ્ર્વ અને ઉત્તરનાં વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે શકે છે.

આ વરસાદની શિયાળુ પાકો પર કેવી અસર પડશે? જાણવા માટે જુઓ આ વીડિયો