You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉનાળો હવે બહુ દૂર નથી : ગુજરાતમાં આ વર્ષે કેવી ગરમી પડશે, શું છે આગાહી?
ઉનાળો હવે બહુ દૂર નથી : ગુજરાતમાં આ વર્ષે કેવી ગરમી પડશે, શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાંથી ઠંડીએ વિદાય લીધી છે અને તાપમાન વધવા લાગ્યું છે.
ખાસ કરીને દિવસ દરમિયાન તાપમાનમાં ઝડપી વધારો થયો છે અને બપોરે તો ઉનાળા જેવો અનુભવ થવા લાગ્યો છે.
આ વર્ષે ઉનાળામાં કેટલી ગરમી પડશે અને તાપમાન ક્યાં સુધી પહોંચી શકે તે જાણવામાં સૌને રસ છે.
ગુજરાતના અમુક શહેરોમાં દિવસનું તાપમાન 30 ડિગ્રી કરતાં વધી ગયું છે. હાલમાં દક્ષિણ ભારતમાં સૌથી વધારે ગરમી પડી રહી છે.
હવામાનનો ડેટા કહે છે કે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયા પછી રાજ્યમાં ગરમી વધી જશે.
દેશનાં ઘણાં શહેરોમાં ફેબ્રુઆરીના મધ્યમાં જ ગરમી વધી ગઈ છે. હવામાનનાં અલગ-અલગ મોડેલ શું કહે છે તે આ વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન