You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ એટલે શું? જાણો તેની રસપ્રદ વાતો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે.
તેમણે કહ્યું કે , "આપણે ગરીબ, મહિલાઓ, યુવાઓ અને અન્નદાતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમની જરૂરિયાતો અને આશાઓ અમારી પ્રાથમિકતા છે."
ગુરુવારે સવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદભવન પહોંચ્યાં હતાં. એ પછી કેન્દ્રીય કૅબિનેટ સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં સીતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરી અને ડૉ. ભાગવત કરાડે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે બેઠક કરી હતી અને એપ્રિલ-જુલાઈના બજેટની રૂપરેખા રજૂ કરી હતી.
જાણો, બજેટમાં શું હોય છે? માત્ર, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆતમાં.