બિપરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં અહીં ‘સાંબેલાધાર વરસાદ’, હવામાન વિભાગે કરી આગાહી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાવાઝોડું બિપરજોય ગુજરાતમાં કેર વરતાવી આગળ નીકળી ગયું. વાવાઝોડાના આગમન પહેલાંથી માંડીને અમુક દિવસ સુધી લગભગ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અને પવનનું જોર જોવા મળ્યું હતું.

દિવસો સુધી ગુજરાતના કાંઠા વિસ્તારો સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

આ આપત્તિને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં નુકસાનીનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. સાથે જ ઠેરઠેર પાણી ભરાતાં જનજીવનની સામાન્ય ગતિને અસર થઈ હતી.

પરંતુ હવે વાવાઝોડું જ્યારે ગુજરાતમાંથી બહાર નીકળી ગયું છે ત્યારે શું વરસાદ આવવાનું પણ અટકી જશે?

ગ્રે લાઇન

ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, ANI

ભારતીય હવામાન વિભાગે 18 જૂનના રોજ વહેલી સવારે બહાર પાડેલી આગાહી પ્રમાણે ગુજરાત સહિત ભારતનાં કેટલાંક રાજ્યોમાં ‘ભારે વરસાદ’ની શક્યતા વ્યક્ત કરી છે.

આગાહી મુજબ ડિપ્રેશનમાં તબદીલ થયેલા બિપરજોય સાયક્લોનિક સ્ટોર્મના અંશો દક્ષિણ રાજસ્થાન ઉપર છે અને ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

નોંધનીય છે કે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની પ્રવૃત્તિને કારણે પાછલા ત્રણ દિવસથી વરસાદની સ્થિતિ જોવા મળી રહી હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે જાલોર, જોધપુર, સિરોહી સહિતના જિલ્લામાં ભારે પ્રમાણમાં પાણી ભરાયાં છે.

પાકિસ્તાનની બૉર્ડર સાથે જોડાયેલા બાડમેર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

શનિવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

18-19 જૂનના રોજ દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

તેમજ રાજ્યના આ ભાગના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ સિવાય ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં પણ 18 જૂનના મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેમજ 19 જૂનના રોજ રાજ્યના આ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં 19 જૂનના રોજ કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આગાહી છે.

18 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ કેટલાંક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાય એવી પણ આગાહી છે.

ગ્રે લાઇન

ભારતનાં અન્ય રાજ્યમો ક્યાં ક્યાં વરસાદ પડશે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આગામી પાંચ દિવસની આગાહી પ્રમાણે ઉત્તરપૂર્વ ભારતમાં મોટા ભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડશે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. 18-19 જૂને મેઘાલયમાં કેટલાંક છૂટાછવાયાં સ્થળોએ ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

તેમજ પશ્વિમ બંગાળના કેટલાક ભાગો, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી બે દિવસ સુધી વ્યાપક પ્રમાણમાં વરસાદ પડવાની આશંકા છે.

આ સિવાય હિમાચલ પ્રદેશ અ ઉત્તરાખંડમાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં આગામી ચાર દિવસ સુધી વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની આશંકા છે. તેમજ આગામી બે દિવસ સુધી ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની આશંકા છે.

18-19 જૂને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાન અને બરફના તોફાનની આશંકા છે.

18 જૂનના રોજ દક્ષિણપશ્ચિમ રાજસ્થાનમાં છૂટોછવાયો ભારેથી અતિ ભારે કક્ષાનો વરસાદ પડવાની આશંકા છે. આ સિવાય 18-19 જૂને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને 19થી 21 જૂન સુધી ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશમાં છૂટાછવાયો ભારેથી અતિ ભારે કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે.

જો દક્ષિણ ભારતની વાત કરીએ તો ગાવજ સાથે આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોથી માંડીને વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડી શકે છે. 18-19 જૂનના રોજ તામિલનાડુમાં છૂટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. તેમજ 18-21 જૂન સુધી કેરળ, કર્ણાટકના દક્ષિણના અતરિયાળ વિસ્તારમોમાં 19થી 21 જૂન સુધી આવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

રેડ લાઇન
રેડ લાઇન