અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો?
અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમમાં ફેરફાર, ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો?
પ્રકાશિત

ગુજરાતમાં વિરામ બાદ પાછલા અમુક દિવસોથી વરસાદી વાતાવરણ બરાબર જામ્યું હતું.

અમદાવાદ સહિત રાજ્યમાં લગભગ સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ જોવા મળી હતી.

જોકે, આ વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેડૂતો અને સ્થાનિકો માટે મુશ્કેલીઓ સર્જાઈ હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં.

ખેડૂતોની ફરિયાદ છે કે આ વરસાદને કારણે તેમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

સતત બે દિવસ સુધી પડેલા અનરાધાર વરસાદને પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ સરેરાશ તાપમાનમાં નાટકીય ઘટાડો અનુભવાયો હતો.

હવે ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ અંગે આગાહી જાહેર કરી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની આગામી દિવસોમાં રાજ્યના હવામાન અને વરસાદ પર કેવી અસર રહેશે? આ બધું વિગતવાર સમજવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, વરસાદ, ચોમાસું, ડિપ્રેશન, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન