ભારતના 'સિલ્વર વિલેજ'ના હુલામણા નામથી વિખ્યાત ગામ વિશે જાણો છો?

ભારતના 'સિલ્વર વિલેજ'ના હુલામણા નામથી વિખ્યાત ગામ વિશે જાણો છો?
પ્રકાશિત

ગામડું એટલે ખેતી, પશુપાલન અને મરઘા ઉછેર, એવો સામાન્ય ખ્યાલ આવે, પરંતુ મહારાષ્ટ્રનું હૂપરી ગામ અલગ જ ઓળખ ધરાવે છે.

તેને ભારતના 'સિલ્વર વિલેજ'ના હુલામણા નામે ઓળખવામાં આવે છે, તેનું કારણ છે અહીંના લોકોની ચાંદીની કળા છે.

અહીંના ચાંદીકામની કુશળતા બ્રિટિશ શાસન પહેલાં છત્રપતિ સાહુજી મહારાજના સમયથી વિખ્યાત હતી.

ઘરેણાં, મૂર્તિ, વાસણ સહિત અનેક પ્રકારની ચાંદીની ચીજવસ્તુઓ અહીં મળી રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.