ગીર સોમનાથનું એ ગામ જેણે ત્યાંની મહિલાઓએ વિદેશ જેવું બનાવી દીધું

ગીર સોમનાથનું એ ગામ જેણે ત્યાંની મહિલાઓએ વિદેશ જેવું બનાવી દીધું
પ્રકાશિત

ગામમાંથી શહેરમાં અને શહેરમાંથી મહાનગરમાં અને મહાનગરમાંથી વિદેશમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. આ સ્થળાંતર પાછળ ગામમાં મળતી જીવનધોરણ સુધારતી સુવિધાઓનો અભાવ એક મહત્ત્વનું કારણ હોય છે, પરંતુ ગીર સોમનાથના બાદલપરા ગામે કંઈક અલગ ચીલો ચાતર્યો છે.

સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા ચાલતી બાદલપરા ગ્રામ પંચાયતે પોતાના ગામમાં જ વિદેશ જેવી સુવિધાઓનું નિર્માણ કરીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રમાબહેન પંપાણીયા, બાદલપરા ગ્રામ પંચાયતનાં સભ્ય કહે છે, "ગુજરાતના બાદલપરા ગામનો વહીવટ સમગ્રપણે મહિલાઓ દ્વારા સંચાલિત ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. છેલ્લાં 15 વર્ષથી આ ગામની મહિલાઓ પોતાના ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નો કરી રહી છે."

મહિલાઓનાં નેતૃત્વને કારણે આ ગામ વિકાસના રસ્તે ઘણું આગળ વધી ગયું છે.

જુઓ ગામના વિકાસની સફર અનોખી સફરની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.