અમેરિકામાં આઠ રાજ્યોમાં વાવાઝોડાં ત્રાટક્યાં, 94નાં મૃત્યુ
અમેરિકામાં આઠ રાજ્યોમાં વાવાઝોડાં ત્રાટક્યાં, 94નાં મૃત્યુ
પ્રકાશિત
અમેરિકામાં આવેલાં ભયાનક વાવાઝોડાંના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. વાવાઝોડાને પગલે અંદાજે 94 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે કે અનેક લાપતા લોકોની શોધ ચાલુ છે.
અમેરિકાના દક્ષિણપૂર્વમાં આવેલા રાજ્ય કેન્ટુકીમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ વાવાઝોડાને અમેરિકી ઇતિહાસના સૌથી મોટા વાવાઝોડાંમાંથી એક ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે વાવાઝોડાને કારણે ચોક્કસ પણે કેટલા લોકોના જીવ ગયા છે અને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી.





