અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે?

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે?
પ્રકાશિત

પાછલા અમુક દિવસોથી ગુજરાતમાં વિરામ લઈ ચૂકેલા મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. રાજ્યમાં તહેવારોની સિઝન બાદ પડી રહેલા આ વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની હોવાનું કહેવાઈ રહ્યું છે.

ગુજરાત પાસે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિયા થતાં વાતાવરણમાં જાણે અચાનક પલટો આવ્યો છે.

આજે પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને હજુ ત્રણ દિવસ સુધી કોઈ રાહત ન મળે તેવી શક્યતા છે.

આ સિસ્ટમને કારણ હજુ કેટલા દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામેલો રહેશે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન