'પાણીની ચોરી નહીં કરીએ તો એક ટીપું પણ નહીં મળે', મુંબઈની એક યુવતીનું દર્દ

વીડિયો કૅપ્શન,
'પાણીની ચોરી નહીં કરીએ તો એક ટીપું પણ નહીં મળે', મુંબઈની એક યુવતીનું દર્દ
પ્રકાશિત

આ કોમલ ખડસે છે. તેમણે પાણી ભરવા માટે દર બીજા દિવસે સવારે ત્રણ વાગ્યે ઊઠવું પડે છે જેથી રોજિંદા કામો માટે પાણીનો સંગ્રહ કરી શકે.

તેઓ કહે છે કે અમારે પાણીની ચોરી કરવી પડે છે, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો અમે ચોરી નહીં કરીએ, તો અમને પાણીનું એક ટીપું પણ નહીં મળે.

કોમલ ખડસે મુંબઈના મલાડ વિસ્તારના આંબેડકરનગરની એક વસાહતમાં રહે છે.

આ વસાહત જંગલ ખાતાની જમીન પર આવેલી છે. અહીંના રહેવાસીઓને કોઈ સુવિધા મળી નથી, કારણ કે તેમનો દરજ્જો ગેરકાનૂની છે.

અહીં 6000 અસ્થાયી ઘર છે અને અહીં રહેતા લોકો પાસે પાણીની અછતને દૂર કરવા માટે તેને ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી.

1997માં બૉમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે આંબેડકરનગરના રહેવાસીઓનું 18 મહિનાની અંદર પુનર્વસન થવું જોઈએ અને પુનર્વસન પછી અતિક્રમણ અટકાવવા માટે પાણી અને વીજળીના જોડાણો કાપવાની વાત કરવામાં આવી હતી.

વર્ષ 2014માં એક અન્ય ચુકાદામાં બૉમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, સન્માન સાથે જીવવાના અધિકાર માટે પાણી એક પૂર્વશરત છે. માટે દરેકને પાણી આપવું જ જોઈએ.

મુંબઈમાં પાણીની સમસ્યા
બીબીસી
બીબીસી