બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં હજુ કેટલા દિવસ ભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, વેધર, બીબીસી ગુજરાતી, ગુજરાત, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં પાછલા અમુક દિવસોમાં કેટલાંક સ્થળે વરસાદે રંગમાં ભંગ પણ પાડ્યો હતો.

જોકે, મોટા ભાગે આ વરસાદ છૂટાંછવાયાં સ્થળોએ પડ્યો હોઈ ઝાઝી મુશ્કેલી સર્જાઈ નહોતી.

હવે હવામાન વિભાગે ફરી એક વાર આગામી કેટલાક દિવસ માટે રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યમાં શુક્રવાર સાંજે છ વાગ્યા સુધી પડેલા વરસાદની સ્થિતિ અંગે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો.

આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ નહોતો જોવા મળ્યો.

હવામાનની સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવે તેવી શક્યતા

26 સપ્ટેમ્બર 2025ના રોજ દક્ષિણપશ્ચિમ ચોમાસાએ ગુજરાતના વધુ કેટલાક ભાગોમાંથી વિદાય લીધી હતી. આ સિવાય ચોમાસાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો, આખા હિમાલયન ક્ષેત્ર, જેમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાંથી પણ વિદાય લીધી હતી.

દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુરમાંથી પસાર થવાનું ચાલુ રહી છે.

26 સપ્ટેમ્બરના રોજ સવારના 11.30 વાગ્યાની સ્થિતિએ ઉત્તરપશ્ચિમ અને નિકટના મધ્ય બંગાળની ખાડીના વિસ્તારમાં વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા જળવાઈ રહ્યું હતું. જે આગામી 12 કલાકમાં એટલે કે 27 સપ્ટેમ્બર સવારે પશ્ચિમ દિશામાં આગળ વધીને દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠે અને બંગાળની ખાડીના પશ્ચિમ મધ્યમાં ડિપ્રેશન તરીકે વિકસશે એવી પ્રબળ સંભાવના છે.

ઉત્તરપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીથી વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા દક્ષિણ મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોથી સમગ્ર તેલંગણા, કર્ણાટકના ઉત્તરના અંતરિયાળ વિસ્તારો વચ્ચે દરિયાની સપાટીથી 3.1 અને 7.6 કિમી સુધી ટ્રફ જળવાયેલો રહ્યો છે.

ગુજરાતમાં હવે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ગુજરાત હવામાન, વેધર, બીબીસી ગુજરાતી, ગુજરાત, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, imd

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં કેટલાંક છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની ભારે સંભાવના છે.

આ ઉપરાંત નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી છે.

રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ ખાતે ઘણાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર,

ગુજરાત હવામાન, વેધર, બીબીસી ગુજરાતી, ગુજરાત, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, imd

રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળો ભારે વરસાદની પણ પ્રબળ આગાહી છે.

આગાહી પ્રમાણે સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરનાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની ઘણી સંભાવના છે.

ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ ખાતે ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદનાં મોટાં ભાગનાં સ્થળોએ જ્યારે કચ્છમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

તો સોમવારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ વાવાઝોડું બનશે? ગુજરાત પર કોઈ અસર જોવા મળશે?

ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપને જાહેર કરેલા આંકડા અનુસાર 26 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 980.76 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. જે સરેરાશથી 11.22 ટકા વધુ છે.

કચ્છમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 136.07 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતાં 119.27 ટકા, મધ્યપૂર્વ ગુજરાતમાં સરેરાશથી 113.28 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશના 95.79 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં 117.07 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન