You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાપીનું અનોખું ઘર : ગુજરાતમાં રસોઈ બને, જમવાનું મહારાષ્ટ્રમાં
ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢના ગાયસાવર ગામમાં એક અનોખું ઘર આવેલું છે, જે બે રાજ્યમાં ફેલાયેલું છે.
આ ઘરમાં રહેતાં મગનીબહેન ગામીત તેમના ઘરમાં રહીને જ દરરોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અવરજવર કરે છે.
પતિના અવસાન બાદ મગનીબહેન ઘરમાં એકલાં રહે છે. તેઓ કહે છે કે હું ગુજરાતમાં બેસીને રાંધું છે અને મહારાષ્ટ્રમાં બેસીને જમું છું.
ગામનાં સરપંચ કહે છે કે મગનીબહેન વિધવા છે અને તેમને જરૂરી સરકારી સહાય પણ આપવામાં આવે છે. તેમને જરૂરી મદદ પણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.
જોકે મગનીબહેન ગુજરાતનાં મતદાર અને મતદાન ગુજરાતમાં કરે છે. જોકે તેમના ઘરે વીજળી નથી. ગામલોકો લોકોને કહેવું છે કે તેમનું ઘર ગૌચરમાં આવે છે. તેમણે સરકારને પણ આ અંગે રજૂઆત કરી છે.
શું છે ગુજરાત આ સરહદી ઘર પાછળની કહાણી? કઈ રીતે તેઓ એક જ ઘરમાં રહીને બે રાજ્યમાં વસાવાટ કરે છે.
70 વર્ષીય મગનીબહેન આ ઘરમાં એકલવાયું જીવન કેમ જીવે છે. જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન