ગુજરાત : બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ક્યાં જશે, ક્યારથી રાજ્યમાં વરસાદ વધશે?

વીડિયો કૅપ્શન, Gujarat rain : બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ક્યાં જશે, ક્યારથી રાજ્યમાં વરસાદ વધશે?
ગુજરાત : બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ક્યાં જશે, ક્યારથી રાજ્યમાં વરસાદ વધશે?
પ્રકાશિત

હાલમાં ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ છે અને જાનમાલની હાનિ થઈ છે. બીજી તરફ ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થયો છે જેમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ઘટ્યો છે. આમ છતાં આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા માટે યલો ઍલર્ટની જાહેરાત કરી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે બંગાળની ખાડી અને ઓડિશાના દરિયાકિનારે એક લૉ-પ્રેશરનો એરિયા રચાયો છે. તેને સંલગ્ન સાઇક્લોનિક સર્ક્યુલેશન સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સ્થિત છે. આગામી બે દિવસમાં તે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધીને વધારે મજબૂત બને તેવી શક્યતા છે.

હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લૉનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 ઑગસ્ટ, બુધવારે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં એક વરસાદની સિસ્ટમ રચાઈ છે જેની અસર બંગાળ અને ઓડિશા પર વધારે જોવામાં આવશે. તેના કારણે ગુજરાતમાં પણ ફરી એક વખત વરસાદની શક્યતા વધશે.

હવામાનના વરતારા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અમુક સ્થળો પર ભારે વરસાદ પડશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન