You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ચોતરફ બૉમ્બમારો થઈ રહ્યો છે,' ગાઝામાં ઘરની બારીમાંથી શું દેખાય છે?
ઇઝરાયલી સેના તરફથી સતત થતા બૉમ્બમારા વચ્ચે હમાસે પણ શુક્રવારે ઇઝરાયલ પર રૉકેટ છોડ્યાં છે.
હમાસે કહ્યું કે તેણે ઇઝરાયલના સુદૂર ઉત્તર આવેલા શહેર સૈફેડ પર મિસાઇલ છોડી છે.
હમાસે એ પણ દાવો કર્યો છે કે તેણે દક્ષિણ ઇઝરાયલના અશ્કેલૉન, સેદરાત અને બીરીમાં રૉકેટ છોડ્યાં છે, જ્યાં છેલ્લા શનિવારથી લઈને અત્યાર સુધી હમાસના હુમલામાં 1300 લોકો માર્યા ગયા છે.
ગાઝામાં ઇઝરાયલનો બૉમ્બમારો ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં 1500 પેલેસ્ટાઇન લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલના સતત હુમલાથી ગાઝામાં ભારે તબાહી છે. ગાઝાની એક યુવા પત્રકારે તેમનાં ઘરની બારીમાંથી બતાવ્યું કે કેવી રીતે ઘરની આજુબાજુ સતત બૉમ્બમારાના અવાજ સંભળાય છે. તેઓ કેવી રીતે રહે છે તે વિશે તેમણે શું કહ્યું?
જુઓ આ વીડિયોમાં.