Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસ્યો વરસાદ, આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?
Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસ્યો વરસાદ, આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?
પ્રકાશિત
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શનિવારે હવામાન પલટાયું હતું અને હળવો વરસાદ પણ પડ્યો હતો. રાજ્યમાં હાલ ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે.
ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને શનિવારે ચોમાસાએ આગળ વધીને વધારે વિસ્તારોને આવરી લીધા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરી છે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના દર્શાવી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ ગરમી પડી રહી છે અને અરબી સમુદ્ર પરથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં બપોર બાદ હવામાન પલટાય છે અને વરસાદી માહોલ સર્જાવાનો શરૂ થઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Getty Images




