You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Heavy Rain : ગુજરાતમાં હવે કેટલા દિવસ વરસાદ પડવાની શક્યતા છે? શું છે આગાહી?
ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે, માત્ર કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે.
હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્ય પ્રદેશ પર પહોંચી ગઈ છે. આ સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે અને વેલમાર્ક લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ નબળી પડી હતી પરંતુ ફરીથી તે મજબૂત બનશે અને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ઘણાં રાજ્યોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી.
હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ચોમાસું શરૂ થયું ત્યારથી ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં 49 ટકા જેટલો વરસાદ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન