ગુજરાતમાં ચોમાસું સક્રિયઃ કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત હવામાન ચોમાસું વરસાદ આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન ખાતાના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં હવે ચોમાસું સક્રિય બનવા લાગ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ પડ્યો છે.

એકંદરે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ભેજના કારણે ઉકળાટ વધ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં અમુક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત આ સપ્તાહથી થઈ રહી છે.

તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે.

પાલિતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડી ગયું છે. ગઈ રાતથી અત્યાર સુધીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા, ધારી-ગીર પંથક, રાજુલામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે અને બજારોમાંથી પાણી વહી ગયા છે.

ડભોઈમાં ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે.

કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત હવામાન ચોમાસું વરસાદ આગાહી

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન કચેરીના બુલેટિન પ્રમાણે 16 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ થવાની શક્યતા છે. 16 જૂને કચ્છમાં પણ ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

17 જૂન, મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ સાથે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે.

17 જૂને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની આગાહી છે.

18 જૂન માટે પણ આવી જ આગાહી છે.

19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે.

સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

કઇ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત હવામાન ચોમાસું વરસાદ આગાહી

ઇમેજ સ્રોત, IMD

ભારેથી અતિભારે વરસાદની વાત કહીએ તો 16 જૂને સુરત, નવસારી, વલસાડ, સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં કેટલીક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડશે, રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 16 જૂને ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના બાકીના ભાગોમાં 16 જૂને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

17 જૂનની વાત કરીએ તો ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં 17 જૂને ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત સાબરકાંઠા, અમરેલી, આણંદ, વડોદરા, છોડા ઉદેપુર, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

18 જૂને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, મોરબી, દ્વારકા અને બોટાદમાં 18 જૂને ભારે વરસાદ પડવાની આગાહી છે.

19મી જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

ત્યાર પછીના ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

ભેજના કારણે ઉકળાટ વધશે

બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત હવામાન ચોમાસું વરસાદ આગાહી

ઇમેજ સ્રોત, IMD

હવામાન ખાતાની આગાગહી પ્રમાણે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાવાની શક્યતા છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધશે તેથી ઉકળાટ અનુભવાશે.

સૌરાષ્ટ અને કચ્છમાં દિવસ દરમિયાન તાપમાન હજુ ઊંચું જ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગેકૂચ માટે અનુકુળ સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં પણ ચોમાસું પહોંચી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન