ગુજરાત પૂર : અરવલ્લીમાં ભારે વરસાદથી તબાહી, ‘પાક તો વહી ગયો, જમીનેય ધોવાઈ ગઈ’

વીડિયો કૅપ્શન, અરવલ્લીમાં પૂર બાદ ‘ખેતરમાં 7થી 8 ફૂટ ઊંડા ખાડા પડી ગયા, બધું જ તબાહ’
ગુજરાત પૂર : અરવલ્લીમાં ભારે વરસાદથી તબાહી, ‘પાક તો વહી ગયો, જમીનેય ધોવાઈ ગઈ’
પ્રકાશિત

ગુજરાતમાં ભારે વરસાદનો સિલસિલો હજુ ચાલુ છે.

નર્મદા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સાંબેલાધાર વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધી રહ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક ખેડૂતોનો પાક નાશ પામ્યો છે.

ભારે વરસાદના કારણે આ ખેડૂતોનાં ખેતરોમાં સાતથી આઠ ફૂટ જેટલા વિશાળ ખાડા પડી ગયા છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમના પાકનો ફક્ત નાશ જ નથી થયો પરંતુ સમગ્ર જમીન જ હવે ખેતીલાયક રહી નથી.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન