You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડું કચ્છમાં અહીં ત્રાટકશે, કેટલી ઝડપે પવન ફૂંકાશે?
બિપરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે.
ના જણાવ્યા અનુસાર 12 જૂને સવારે 8:30 કલાકે બિપરજોય છેલ્લા 6 કલાકમાં 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 360 કિલોમિટર, જખૌ બંદરથી 440 કિલોમિટર અને નલિયાથી 440 કિલોમિટર અને પાકિસ્તાનના કરાચી બંદરથી 620 કિલોમિટર દૂર છે.
14 જૂન સુધી આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 15મી જૂને બપોર સુધીમાં 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતા પવનો સાથે જમીન પર 125થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ સાથે ટકરાશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો