તરસ્યાં અબોલ પક્ષીઓ માટે ઘરે ઘરે કુંડા વહેંચે છે સુરતનો કિન્નર સમાજ

વીડિયો કૅપ્શન, તરસ્યાં અબોલ પક્ષીઓ માટે ઘરે ઘરે કુંડા વહેંચે છે સુરતનો કિન્નર સમાજ
પ્રકાશિત

સુરતના નાનપુરા વિસ્તારમાં કિન્નરો રોજ સવારે ઘરે ઘરે જઈ લોકોને માટીનાં કુંડા આપીને તેમને ઉનાળામાં પક્ષીઓને પાણી પીવડાવવા અપીલ કરી રહ્યા છે.

તેઓ ઇચ્છે કે કિન્નર સમાજની દયા ભાવનાને લોકો જાણે. આ કિન્નરો અબોલ પશુ પક્ષીઓ માટે માનવતા દાખવી રહ્યા છે અને સાથે-સાથે સમાજમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે પણ તેઓ કલ્યાણકારી કાર્યો કરી રહ્યા છે.

આ કિન્નર સમાજ માટીના કુંડા આપવાની સાથે-સાથે સ્થાનિકોને અબોલ જીવનું ધ્યાન રાખવાનું પણ સમજાવે છે.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન