ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, હજી કેટલા દિવસ રહેશે માવઠું?

પ્રકાશિત

ગુજરાતમાં હાલ ઉનાળાનાની શરૂઆત છે. પણ ગરમી પડે તે પહેલાં માવઠાએ રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આવનારા 24 કલાકની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર્રના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વાપી, નવસારી સહિતહિતના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

ભારતમાં હાલ બે ત્રણ સિસ્ટમો કાર્યરત છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર છે. જ્યારે એક એન્ટિ-સાયક્લૉન સિસ્ટમ છત્તીસગઢની આસપાસ છે. જેના કારણે બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવતા પવનો મધ્ય ભારતમાં વરસાદ આપી રહ્યા છે.

ગુજરાતમાં હાલ વરસાદ પડવાની પાછળનું કારણ રાજસ્થાનની આસપાસ બનેલી એક સિસ્ટમ છે અને બીજી તરફ પડી રહેલી ગરમી પણ છે.

જુઓ બીબીસી ગુજરાતીના હવામાન બુલેટિનમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો