જીવનની સમી સાંજે હિંમત કરી લાખોનો વ્યવસાય ઊભો કરનાર મહિલાઓની કહાણી

પ્રકાશિત

બિહારના દરભંગાના કલ્પના ઝા અને ઉમા ઝાએ કોરોના મહામારીની સ્થિતિમાં પોતાના હુન્નરને વ્યવસાયનું સ્વરૂપ આપી લાખોનો ધંધો કરાવતી અથાણાની ફેકટરી શરૂ કરી દીધી.

નાનકડા ક્ષેત્રથી નીકળી રૂપેરી પડદે નામના મેળવનાર આ નણંદ-ભાભીની જોડીએ ન માત્ર પોતાની જાતને સફળ બનાવી પરંતુ તેમની આ પહેલ હવે ઘણા લોકો માટે રોજગારીની તક પણ પૂરી પાડી રહી છે.

નાની મૂડીથી શરૂ કરી આ જોડીએ વેપારનું વિસ્તરણ થતાં ઉદ્યોગસાહસિકતાનો પરિચય આપી વેપારનાં તમામ પાસાંમાં સિદ્ધિ હાંસલ કરી અને પોતાનું અથાણાનું સામ્રાજ્ય ખડું કરી દીધું.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો