ક્લાઇમેટ ચેન્જની કપાસ અને મગફળીના પાક પર કેવી અસર પડે છે?

પ્રકાશિત

ખેતી પર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે અને એ છે આબોહવા પરિવર્તન, વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આબોહવા પરિવર્તનની અસર ખેતીના પાકો પર પણ પડે છે.

તાપમાન વરસાદની માત્રા અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ફેરફારની ખેતી પર અને જમીનના આરોગ્ય પર અસર થાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં વધારો નોંધાયો છે અને વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધ્યું છે.

ચોમાસાના દિવસોમાં ખાસ ફેરફાર નથી થયો.

પરંતુ ભારે વરસાદનું પ્રમાણ વધ્યું છે. વર્ષારહિત ગાળો પણ લંબાયો છે.

ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડા નું પ્રમાણ પણ વધ્યું છે.

જ્યારે સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં પણ આબોહવા પરિવર્તનની અસરો જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ખેતી અને તેના પાકો પર આ પરિસ્થિતિની પ્રતિકૂળ અસરો વિશે જાણવું પ્રાસંગિક બની જાય છે.

જાણો, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં આ અંગે તમારા મનમાં પેદા થતા પ્રશ્નોના જવાબ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો