શામળાજી : અહીં જળવાય છે વિલુપ્ત થઈ રહેલી ગુજરાતની આદિવાસી સંસ્કૃતિનો વારસો

પ્રકાશિત

ગુજરાતની આ એક એવું સ્થળ છે, જ્યાં તમને ક્યાંય ન જોઈ હોય તેવી વસ્તુઓ જોવા મળશે, જે આવનારા સમયમાં કદાચ લુપ્ત થઈ જશે.

ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે તીર કામઠું, હાથના કડલાં, કમર જૂડો, પગમાછલી, હાંસડી. પ્રાચીન વાદ્યો અને ખેતીના ઓજારો સહિતની અનેક વસ્તુઓ અહીં જોવા મળે છે.

અરવલ્લીમાં શામળાજીની આર સી કટારા આર્ટ્સ કૉલેજે આદિવાસી પરંપરા અને એક સમયે તેમના રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની જાળવણી કરતું આ અનોખું મ્યુઝિયમ તૈયાર કર્યું છે.

તો કઈ રીતે એક કૉલેજને આવુ મ્યુઝિયમ તૈયાર કરવાનો વિચાર આવ્યો, એ વાત પણ આ મ્યુઝિયમ જેટલી જ રસપ્રદ છે, જુઓ આ વીડિયો...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો