જેમનું 'ઈન આંખો કી મસ્તી કે...' ગીત રાતોરાત પાકિસ્તાનમાં વાયરલ થયું એ નૂરિમા રેહાન કોણ છે?
પ્રકાશિત
વાસ્તવમાં પાકિસ્તાનનાં નૂરિમા રેહાન આઈસ હૉકી રમવાં નલ્તરમાં વિન્ટર ફેસ્ટિવલમાં ગયાં હતાં.
18 વર્ષનાં નૂરિમા રેહાન કૉલેજનાં પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ હૉકીની રાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યાં હતાં.
તેઓ કહે છે કે બધાં ગીતો ગાતાં હતાં એટલે મેં પણ ગાઈ નાખ્યું, 'ઈન આંખો કી મસ્તી કે...'
જોતજોતામાં ગીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું.
નૂરિમા કહે છે, "ત્યાં તો મારી પાસે ઇન્ટરનેટ નહોતું એટલે મને કશી ખબર ન પડી પણ બે-ત્રણ દિવસ પછી ઘરે આવી તો લોકોએ કહ્યું કે તારું ગીત વાયરલ થઈ ગયું છે."
"મેં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચૅક કર્યું તો ખબર પડી કે મારું ગીત એક જ દિવસમાં 10 લાખવાર સાંભળવામાં આવ્યું હતું અને મારા ફૉલોઅર્સ રાતોરાત વધી ગયા હતા." જુઓ આ વીડિયો અહેવાલ....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
