You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવલ્લીનાં આ દંપતીની અનોખી પ્રેમકહાણી જોઈને તમારી આંખો ભીંજાઈ જશે
પ્રકાશિત
પત્નીના વાળ ઓળવવા, તેમના માટે ચા બનાવવી અને તેમને પ્રેમ અને હૂંફ આપવી એ અરવલ્લીના મોડાસામાં રહેતાં જસવંતભાઈનું રોજિંદું કામ છે. કહેવાય છે કે ફ્રેબ્રુઆરી મહિનો એ પ્રેમનો મહિનો છે અને તેમાં પણ વેલેન્ટાઇન્સ ડે પ્રેમના દિવસ તરીકે ઉજવાય છે. પણ જસવતંભાઈ માટે વર્ષના બધા દિવસ અને દિવસની બધી કલાકો અને કલાકોની બધી જ ક્ષણો પ્રેમમય જ છે.જયાબહેન છેલ્લાં 10 વર્ષથી અસાધ્ય બીમારીથી પીડાય છે. તેમના માટે જમાવાનું બનાવવાથી લઈને બધી જ ક્રિયાઓમાં જસવંતભાઈ તેમના મદદગાર બને છે.
જુઓ તેમની પ્રેમકહાણી...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો