'શાંતિવાર્તામાં એક પણ વિસ્તાર મુદ્દે ઝૂકીશું નહીં', બીબીસી સાથે વાતચીતમાં યુક્રેનના રાષ્ટ્રપતિ શું બોલ્યા?

પ્રકાશિત

આગામી અઠવાડિયે રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જેને લઈને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ બીબીસીના વૈશ્વિક બાબતોના ઍડિટર જ્હૉન સિમ્પસન સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધી શું-શું થયું અને આગામી સમયમાં શું થવાની સંભાવનાઓ છે.

વાતચીતમાં ઝૅલેન્સ્કીએ દાવો કર્યો કે જ્યાં સુધી તેઓ વળતો હુમલો કરવા સક્ષમ નહીં થાય ત્યાં સુધી તેમના સૈન્યદળો દેશની સુરક્ષા કરવા પ્રતિબદ્ધ છે.

તેમણે ઉમેર્યું કે "યુદ્ધને સમાપ્ત કરવા માટે જો કોઈ શાંતિ વાર્તાલાપ થાય તો રશિયાને કોઈ પણ પ્રદેશ સોંપવાની વાતને સ્વીકારવામાં આવશે નહીં."

"જો અમે એમ કરીશું તો તેનાથી યુક્રેનની નબળી છબિ ઊભી થશે અને આગળ જતા રાષ્ટ્રપતિ પુતિન ફરી વખત હુમલો કરવા આવતા રહેશે."

જુઓ કીએવથી જ્હૉન સિમ્પસનનો વિશેષ અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો