ગાઢ જંગલ વીંધીને, હાથે બનાવેલ તરાપાના સહારે શાળાએ જતા વિદ્યાર્થીઓ

વીડિયો કૅપ્શન, ગાઢ જંગલ વીંધીને, હાથે બનાવેલ તરાપાના સહારે શાળાએ જતા વિદ્યાર્થીઓ
પ્રકાશિત

મુંબઈ શહેરથી 100 કિલોમીટર જેટલાં અંતરે આવેલ થાણેના શાહપુર તાલુકાના સાવરદેવ વિસ્તારમાં વિદ્યાર્થીઓ શાળાએ જવા દરરોજ જીવનું જોખમ ખેડે છે.

સદીઓથી જંગલ વચ્ચે તાનસાર ડૅમની આજુબાજુ આદિવાસીઓ રહે છે.

ડૅમ પાર કરવા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની પાઈપોને દોરડાથી બાંધીને તરાપો બનાવ્યો છે, જેના સહારે વિદ્યાર્થીઓ ડેમના પાણીને પાર કરે છે.

તળાવ ગાઢ જંગલ વચ્ચે આવેલું છે અને દરરોજ વિદ્યાર્થીઓ અઢી કલાક ચાલવાની અને તરવાની મહેનતને અંતે શાળાએ જાય છે.

તેમને શાળામાં રજા પાડવી નથી ગમતી એટલે જીવ જોખમમાં મૂકીને તરાપામાં આ તળાવ પાર કરે છે.

જુઓ બીબીસીના દીપાલી જગતાપ અને શરદ બધેનો આ અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન