તૂર્કી ભૂકંપ : 'તમે ક્યાં છો, અવાજ સંભળાય છે', કાટમાળમાં સ્વજનોને શોધતા લોકોની વેદના

વીડિયો કૅપ્શન, આ વૃદ્ધ વ્યક્તિ કાટમાળ વચ્ચે બૂમો પાડતા રહ્યા,'તમે ક્યાં છો?...'
પ્રકાશિત

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધી 23 હજાર કરતા વધું લોકો મૃત્યુ પામ્યાં છે.

મૃત્યુઆંક વધી રહ્યો છે અને હજારો લોકો ઘાયલ છે. ભૂકંપના ચાર દિવસ બાદ પણ લોકો પરિવારજનોને શોધી રહ્યાં છે.

હજી પણ લોકો કાટમાળ હેઠળ દબાયેલાં છે. લોકોને ખબર નથી કે તેમના પરિવારજનો જીવતા છે કે નહીં.

પણ તેમને આશા છે કે તેઓ બૂમો પાડશે તો કાટમાળ હેઠળથી કોઈ વળતો જવાબ મળશે.

વૃદ્ધ બૂમો પાડી રહ્યા છે, ઈરેન, ઈરેન... કોઈને મારો અવાજ સંભળાય છે?

ગઈ કાલે તેમણે તેમના મિત્રને મેસેજ કર્યો હતો કે તેઓ કાટમાળ હેઠળ દબાયેલા છે. જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન