ગરીબ વિદ્યાર્થિઓને વિનામૂલ્યે GPSCની તાલીમ આપતાં પાલનપુરનાં યુવતી

વીડિયો કૅપ્શન, પાલનપુરના યુવતી જે ગરીબ વિદ્યાર્થિઓને વિનામૂલ્યે જીપીએસસીની તાલીમ આપી ચલાવે છે સેવાયજ્ઞ
પ્રકાશિત

બનાસકાંઠાના પાલનપુરનાં પ્રિયંકા ચૌહાણ ગરીબ વિદ્યાર્થિનીઓને જીપીએસસીની નિ:શુલ્ક તાલીમ આપી સેવાયજ્ઞ ચલાવી રહ્યાં છે.

તેમના આ પ્રયાસથી વિદ્યાર્થિનીઓ માટે દુર્લભ ઉચ્ચ શિક્ષણ સરળતાથી અને વગર કીમતે મળવા લાગ્યું છે.

આ કાર્યથી તેઓ ઘણી વિદ્યાર્થિનીઓને મફત રહેવા, જમવા, સલામતી સાથે શિક્ષણની ભેટ આપી રહ્યાં છે.

તેમની સંસ્થા મામાના ઘર તરીકે ઓળખાય છે. ઘર જેવી અનુભૂતિ કરાવતાં પ્રિયંકાના આ મામાના ઘરમાં 50 વિદ્યાર્થિનીઓ પોતાનું જીવન બદલવાના કાજમાં ચિંતામુક્ત થઈને જોતરાયેલાં છે.

જીપીએસસી અને અન્ય સરકારી પરીક્ષાઓ માટેની તાલીમ સંસ્થાઓ દ્વારા ઊંચી ફી વસૂલી અપાતી સેવાઓ તેઓ ગરીબ માબાપની દીકરીને આપી તેમના સશક્તીકરણનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.

જુઓ, આ પ્રેરક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન