ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : નરેન્દ્ર મોદીના એક સમયના સાથી શંકરસિંહ વાઘેલા વિરોધી કેવી રીતે બની ગયા?
પ્રકાશિત
રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતની અનેક રાજકીય ઘટનાઓના સાક્ષી રહ્યા છે.
તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંઘના કાર્યકર તરીકે કામ કરતા હતા અને પછી તેઓ નરેન્દ્ર મોદીના વિરોધી પણ થઈ ગયા હતા.
શંકરસિંહ વાઘેલાએ એવું પણ કહ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને ભાજપમાં સામેલ કરવાની ના પાડી હતી.
તેમણે એવું કેમ કહ્યું હતું, એ વિશે તેમણે બીબીસી સંવાદદાતા રજનીશ સાથેની મુલાકાતમાં વિગતવાર વાત કરી છે.
વીડિયો- રજનીશ/મનીષ જાલુઈ

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
