મોરબી : 'મને બહાર કાઢો એવી લોકો બૂમો પાડવા લાગ્યા, એ યુવાનો જેઓ લોકોને બચાવવા નદીમાં કૂદ્યા

વીડિયો કૅપ્શન, Morbi Bridge : એ યુવાનો જેઓ લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા
પ્રકાશિત

ગુજરાતમાં ગત રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં.

મોરબીમાં બનેલી આ ઘટના બાદ હજુ લોકો એ ભયાવહ સ્થિતિને ભૂલી શક્યા નથી.

જ્યારે આ બનાવ બન્યો ત્યારે મોરબીના અનેક સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને લોકોની મદદ કરી હતી.

કેટલાક લોકો એવા હતા જેઓ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન