You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના: પરિવારના 8 સભ્યો ગુમાવનાર મંગેતરની વ્યથા
પ્રકાશિત
“જે પુલ અમારા આખા પરિવારને ગળી ગયો એ પુલને ફરી અમે અમારી નજર સામે નહીં જોઈ શકીએ.”
“ચોકલેટની જીદ કરતા હતા અને મારા હાથમાં મેંદી લાગી હતી એટલે હું ન લઈ જઈ શકી. બાળકો એકલા ફરવા નિકળી ગયા, પછી પાછા જ ન આવ્યા.”
આ શબ્દો છે મોરબીના કાંતિનગર વિસ્તારમાં રહેતા નૂરજહાંના. નૂરજહાંના પરિવારના 8 સભ્યો મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં માર્યા ગયા છે.
નૂરજહાંની સગાઈ માટે તૈયાર કરવામાં આવેલો મંડપ હવે ઉલટો કરી દેવામાં આવ્યો છે, મંડપની ડિઝાઈન ઉલટી કરી દેવામાં આવી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો