મોરબી : 'મારો જુવાનજોધ દીકરો જતો રહ્યો', એક માતાની વ્યથા
પ્રકાશિત
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો એ દુર્ઘટનામાં 17 વર્ષના સાહીલ સહિત તેમના પિતરાઈ ભાઈ અને એક મિત્ર ડૂબ્યા હતા.
આ ચારેયમાંથી એક યુવાન બચી ગયા હતા, પરંતુ સાહીલ સહિત અન્ય ત્રણ યુવકો મૃત્યુ પામ્યાં છે.
પરિવાર પર આવી પડેલી આફતથી ઘરમાં શોકનું વાતાવરણ છે, સહુ એકબીજાને સાંત્વના આપી રહ્યા છે.
જુઓ મોરબીથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો રિપોર્ટ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
