મોરબીનો પુલ કેવી રીતે તૂટ્યો હતો, પ્રથમ વખત સામે આવ્યો વીડિયો
પ્રકાશિત
મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટ્યો હતો, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ વીડિયોમાં દેખાય છે કે લોકો પુલ પર જઈ અવરજવર કરી રહ્યા છે. એ દરમિયાન અચાનક જ પુલ તૂટી પડે છે અને પુલ પર રહેલા લોકો નદીના પાણીમાં પડે છે.
મોરબીની આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 140થી વધારે લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
તો હાલમાં પણ નદીમાં અલગઅલગ ટીમો દ્વારા લોકોની શોધખોળ ચાલી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
