દક્ષિણ કોરિયામાં ઉજવણી દરમિયાન નાસભાગ કઈ રીતે થઈ?
પ્રકાશિત
દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં હેલોવીન ફૅસ્ટિવલમાં ભાગદોડ થતાં ઓછામાં ઓછા 151 લોકોનાં મોત થયાં છે.
અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અંદાજે 80 લોકો ઘાયલ થયા છે.
મૃતકોમાં 19 વિદેશી નાગરિક હોવાનું પણ જાણવા મળ્યું છે અને અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
ઘાયલ લોકોની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને એવા પણ અહેવાલો છે કે ઘણા લોકોને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
