ગીર-સોમનાથમાં અંધશ્રદ્ધાને લીધે કિશોરીના મૃત્યુથી રોષે ભરાયેલા લોકો શું બોલ્યા?

પ્રકાશિત

ગીર સોમનાથ જિલ્લામાં અંધશ્રદ્ધાના પગલે 14 વર્ષની કિશોરીની હત્યાની ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોર્ટે આ ઘટનામાં આરોપી પિતા અને તેમના ભાઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ અનુસાર, પિતા ભાવેશ અકબરી તપાસમાં પૂરતો સહકાર આપતા નથી આથી આ ઘટનામાં અનેક રહસ્ય હજુ અકબંધ છે.

ગીર સોમનાથ પોલીસ આ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે પોલીસ તપાસમાં સહકાર આપે અને કોઈ માહિતી હોય તો પોલીસ તંત્ર સુધી પહોંચાડે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો