આંધ્ર પ્રદેશ : એ કાફે જ્યાં માલિકથી લઈને કર્મચારી સુધી સૌ કોઈ મહિલા જ છે

પ્રકાશિત

આંધ્ર પ્રદેશનું 'તિરુપતિમાં કાફે' એ રીતે અનેરું છે કે એને માત્ર મહિલાઓ જ ચલાવે છે.

આ કાફેનાં માલિકથી લઈને તમામ કર્મચારી મહિલા છે અને કાફેમાં ચાની સાથે જ્યૂસ પણ આપવામાં આવે છે.

મહિલા સશક્તીકરણના હેતુ સાથે માત્ર મહિલા કર્મચારીઓને કામ આપનારા આ કાફેનાં માલિક આ વિસ્તારમાં આજે પાંચ ટી કાફે પણ ધરાવતાં થયાં છે.

કાફે-માલકણ માધવીનું કહેવું છે કે મહિલાઓને રોજગાર મળે અને એમના જીવનધોરણ સુધરે એ માટે તેઓ પ્રયાસરત છે.

કર્મચારીઓનું કહેવું છે કે બધી જ મહિલાઓ હોવાથી બીજી કોઈ અગવડતા નથી પડતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો