ઘર ચલાવવા માટે ટ્રકડ્રાઇવર તરીકે કામ કરનાર મહિલાની સંઘર્ષભરી કહાણી

પ્રકાશિત

પાકિસ્તાનનાં થરપારકરનાં 30 વર્ષીય હિંદુ મહિલા રાનીએ અચાનક એક દિવસ કપાસના ખેતરનું પોતાનું કામ ત્યાગી ડમ્પર ચલાવવાનું નક્કી કર્યું.

તેમના પ્રયાસો થકી તેમને એક સેમી-પ્રાઇવેટ કોલસાની ખાણ ચલાવતી કંપનીમાં નોકરી પણ મળી ગઈ.

શિક્ષણના અભાવમાં પણ હિંમત હાર્યા વગર તકની શોધ માટે મહેનત કરનાર રાની અંતે એક ટ્રકડ્રાઇવર તરીકે કારકિર્દી નિર્માણમાં સફળ રહ્યાં.

તેઓ માને છે કે આ કામ પણ મહિલાઓ સારી રીતે કરી શકે છે. ભારે વાહન ચલાવવામાં ટ્રેનિંગ થકી મહિલાઓને પણ પારંગત બનાવી શકાય છે.

જુઓ તેમની સંઘર્ષભરી કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો