You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેદીઓ જીવનસાથી સાથે અંગત પળો માણી શકે તે માટે પંજાબની ગોવિંદવાલ જેલમાં ખાસ વ્યવસ્થા.. COVERSTORY
60 વર્ષની વયના ગુરજિતસિંહ હત્યાના આરોપી છે, તેઓ છેલ્લા થોડા મહિનાથી પાકિસ્તાનની સરહદ નજીકના ભારતના પંજાબના તરણતારણની ગોઈંદવાલા જેલમાં છે.
તેઓ કહે છે કે, "જેલ એટલે જેલ અને કોઈ પણ જેલમાં એકલતા અને હતાશાનું વાતાવરણ હોય છે, પરંતુ મારી પત્ની મને મળવા આવી અને અમે જેલમાં એક ખાનગી રૂમમાં કેટલાક કલાકો સાથે પસાર કર્યા તેનાથી મને ઘણી રાહત થઈ."
ગુરદાસપુરના રહેવાસી ગુરજિત પંજાબ સરકારના આભારી છે, કારણ કે રાજ્ય સરકારે જેલમાં બંધ ઓરડામાં વૈવાહિક મુલાકાતો એટલે કે કેદીઓને તેમનાં જીવનસાથી જોડે મુલાકાતની પરવાનગી આપવાનું તાજેતરમાં શરૂ કર્યું છે.
પંજાબ આવી 'કૉન્જુગલ વિઝિટ્સ'ની છૂટ આપનારું દેશનું પ્રથમ રાજ્ય છે. આ વ્યવસ્થા જેલના કેદીઓને કેદ દરમિયાન તેમના જીવનસાથી સાથે આત્મીયતાસભર સમય પસાર કરવાની તક આપે છે.