'સીરિયાના વિસ્થાપિતોને ટિકટૉક થકી મળતા દાનમાંથી 70 ટકા હિસ્સો ઍપ ખુદ રાખે છે' - બીબીસી તપાસ

પ્રકાશિત

બીબીસી વર્લ્ડ સર્વિસની તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટિકટૉક પર સીરિયામાં યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે માગવામાં આવતી સહાયમાંથી 70 ટકા જેટલી નાણા ટિકટૉક પોતે રાખી લે છે.

તપાસમાં જાણવા મળ્યું કે પીડિત પરિવારો જેમાં અનેક બાળકો હોય છે - તેમણે વચેટિયાઓ દ્વારા ટિકટૉક પર લાઇવ કરવા માટે જરૂરી સાધનો આપે છે. આ લાઇટ સ્ટ્રીમ કલાકો સુધી ચાલતી હોય છે જેમાં આ પરિવારો ડિજિટલ ગિફ્ટ્સ માગતા હોય છે જેનાથી તેઓ નાણા મેળવી શકે.

કેટલીક ચૅરિટી સંસ્થાઓનો આરોપ છે કે ટિકટૉક પોતાની જ શરતો અને પરિવારોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

સીરિયામાં વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે. અને લાખો પરિવારો યુદ્ધગ્રસ્ત દેશ છોડવા મજબૂર થયા છે. સીરિયાના વિસ્થાપિતો અનેક દેશોમાં શરણ લઈ રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો