પિતાને ખેતીમાં પડતી તકલીફ દૂર કરવા પુત્રે કરી આ નવાં સાધનોની શોધ
પ્રકાશિત
રાજકોટમાં પિતાને ખેતીમાં પડતી તકલીફ દૂર કરવા પુત્રે નવા સાધનની શોધ કરી છે.
પુત્રએ 17 દાંતાની એવી ઓરણી બનાવી જેનાથી ફક્ત 4 કલાકમાં 4 એકર જમીનમાં વાવેતર શક્ય બને છે.
રાજકોટમાં રહેતા મૂળ લોધિકા તાલુકાના ઊંડખીજડિયા ગામના વતની કિરણભાઈ કથીરિયા રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા જી.આઇ. ડી.સી.માં આવેલા પોતાના એકમમાં આ આધુનિક સાધનો બનાવે છે.
17 દાંતાની આ આધુનિક ઓરણી, જેનાથી ફક્ત 4 કલાકમાં 4 એકર ખેતરમાં વાવેતર પૂરું થઈ જાય છે.
જુઓ આ પ્રેરણાદાયી શોધ વીડિયો અહેવાલ સ્વરૂપે...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
