ઈરાનમાં હવે તેલ ઉદ્યોગના કર્મચારીઓ પણ વિરોધપ્રદર્શનમાં જોડાયા

વીડિયો કૅપ્શન, ઈરાનમાં હવે તેલ ઉદ્યોગના કર્મચારીઓ પણ વિરોધપ્રદર્શનમાં જોડાયા
પ્રકાશિત

ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનો ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યાં છે. અને આ વિરોધ સતત પ્રસરી રહ્યો છે જેમાં દેશના મહત્ત્વના તેલક્ષેત્રના કર્મચારીઓ પણ જોડાયા છે.

આપને જણાવી દઈએ કે આ વિરોધપ્રદર્શન પોલીસ કસ્ટડીમાં એક કુર્દીશ મહિલાના નિધન બાદ ફાટી નીકળ્યાં છે.

હજારોની અટકાયત થઈ છે અને ડઝન લોકો માર્યા ગયા છે.

દરમિયાન, ઈરાનના ન્યાયપાલિકાના વડાએ કહ્યું કે તેઓ એવા કોઈ પણ સાથે વાટાઘાટ કરવા તૈયાર છે જેમની પાસે કાયદેસરની ફરિયાદ હોય.

બીબીસીના રાના રહીમપોરનો અહેવાલ જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન