રશિયાના યુક્રેન પર હુમલાઓ તેજ, સતત યુદ્ધ બાદ હવે કેવી છે સ્થિતિ?
પ્રકાશિત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન પર મિસાઇલ હુમલા એ ક્રાઇમિયાના પુલ પર શનિવારે થયેલા હુમલાનો બદલો છે અને તેઓ વધુ ભીષણ હુમલાનો આદેશ આપશે.
તો રશિયન સિક્યૉરિટી કાઉન્સિલના ડેપ્યુટી હેડ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, "આ માત્ર પ્રથમ એપિસોડ છે. બાકીના એપિસોડ હજી આવશે."
યુક્રેનની રાજધાની કિએવમાં સોમવારે સવારથી મિસાઇલ હુમલા થઈ રહ્યા છે.
કિએવ સિવાય નિપ્રો, ઝાપોરિઝિયા, ખારકિએવ, તેરનોપિલ, લવિવ, સૂમી સહિત અનેક વિસ્તારોમાં હુમલા થઈ રહ્યા છે.
તો ઝેલેન્સ્કીએ પણ વળતો પ્રહાર કર્યો કે અમે ગભરાઈશું નહીં.
તો હવે યુક્રેન યુદ્ધમાં આગળ શું-શું થઈ શકે છે તેના જોઈએ આજની કવર સ્ટોરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
