અરવિંદ કેજરીવાલ : ગુજરાતમાં લાગેલાં આપવિરોધી પોસ્ટર્સને લઈને વિવાદ કેમ થયો?

પ્રકાશિત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાને લઈને રાજકારણ ગરમાયું છે.

આ દૃશ્યો વડોદરાનાં છે, જ્યાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનના રોડ શો પહેલાં ભાજપ સમર્થકોએ હલ્લો બોલાવ્યો હતો.

ભાજપના સમર્થકો કેજરીવાલના એ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે, જેમાં તેમણે કથિત રીતે હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરી હોવાનો દાવો છે.

આપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે, તો ભાજપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને આપની હિન્દુવિરોધી માનસિકતા ગણાવે છે અને તેની વિરુદ્ધ હિન્દુ સમાજનો આક્રોશ યોગ્ય હોવાનું કહે છે.

આ પોસ્ટર વિવાદ મામલે વડોદરાની રેલીમાં અરવિંદ કેજરીવાલે પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો