You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાંસા-લોખંડનાં એવાં દાગીના જેને જોઈને સોના-ચાંદીનાં ઘરેણાં ભૂલી જશો
આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમ નજીક આવેલું ચીલકલાપુડી સોનાના વરખવાળાં ઘરેણા બનાવવા માટે જાણીતું છે.
અહીં કાંસા, લોખંડ અને જસતની ધાતુનાં બનેલાં ઘરેણાં પર સોના અને ચાંદીનું વરખ ચઢાવવામાં આવે છે.
આ ઘરેણાઓને ચમકાવવા માટે એક ખાસ પ્રકારના પ્રવાહીમાં ડૂબાડીને કાઢવામાં આવે છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ કલા 1890 પહેલાં મુંબઈથી એક વ્યક્તિ મારફતે અહીં પહોંચી હતી.
ત્યાર બાદ આ કલા ફેલાઈ અને ઉદ્યોગ બની ગઈ. સમયાંતરે અહીં જ્વેલરીપાર્કનું નિર્માણ થયું જ્યાં આ પ્રકારનાં ઘરેણાં બનતાં થયાં.
આ પાર્કમાં અંદાજે ૨૩૦ યુનિટો કાર્યરત છે જે અંદાજિત ૩ હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૨૩૦ કરોડ રૂપિયા છે.
શરૂઆતમાં આ ઘરેણાંનો ઉપયોગ નાટકના કલાકારો કરતા હતા. ત્યારબાદ ફિલ્મનું ચલણ વધતાં તેનો ઉપયોગ ત્યાં થવા લાગ્યો.
ફેશન જગતમાં આ ઘરેણાંનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. હાલમાં ઘણા લોકો આ ઘરેણાંનો ઉપયોગ કરે છે.
અહીં એવા પણ યુનિટો કાર્યરત છે જ્યાં લોકો તેની રીતે લાવેલાં ઘરેણાં પર વરખ લગાવી આપે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો