You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇરાકનાં એ તેલઉત્પાદક ક્ષેત્રો જે બન્યાં કૅન્સરનું ઘર- બીબીસી ઇન્વેસ્ટિગેશન
બીબીસી ન્યૂઝ ઍરેબિકની તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરાકમાં તેલના કૂવામાંથી નીકળતા ઝેરી પ્રદૂષણને કારણે બાળકો અને પૃથ્વી પર સંભવત: ખતરનાક અસર પડી રહી છે. બ્રિટિશ ઑઇલ કંપની બીપી અહીંયા મુખ્ય કૉન્ટ્રૅક્ટર છે.
બીબીસી માટે કરવામાં આવેલા વૈજ્ઞાનિક ટેસ્ટમાં સંકેત મળ્યા કે ગૅસ નીકળતો હોય તેવી વસાહતોમાં નુકસાનકારક અને કૅન્સર માટે જવાબદાર એવા કાર્સિનોજેનિક કેમિકલ્સનું વધુ પ્રમાણ જોવા મળે છે. અહીંયા ઑઇલના ઉત્પાદન વખતે વધારાના ગૅસને બાળવાનું કામ થતું હોય છે.
બીબીસી કંપનીનું કહેવું છે કે તે બીબીસીની તપાસમાં બહાર આવેલા તથ્યો આ બાબતે 'ખૂબ ચિંતિત' છે.
બીબીસીને જાણવા મળ્યું છે કે કેટલીક ઑઇલ સાઇટ્સ જ્યાં બીપી, એની, એક્ઝોન, શેવરૉન અને શેલ જેવી કંપનીઓ હાજર છે ત્યાં ગૅસ બાળવાને કારણે લાખો ટન ઝેરી ગૅસનું ઉત્સર્જન થાય છે અને તેની નોંધ નથી કરાવવામાં આવતી.
આંતરરાષ્ટ્રી ઊર્જા એજન્સી અનુસાર દુનિયામાં જેટલો પ્રાકૃતિક બાળવામાં આવે છે જો તેનો સંગ્રહ કરવામાં આવે તો તે રશિયાથી યુરોપમાં આયાત કરાતા બધા ગૅસનો 90 ટકા ભાગ જેટલો હશે.
આ વીડિયોમાં જુઓ કે આ ઉત્સર્જન જેની નોંધ નથી લેવાતી અને તેની સમુદાયો અને પર્યાવરણ પર કેવી અસર થાય છે, એસમે સ્ટેલાર્ડનો રિપોર્ટ.
જુઓ બીબીસીની ખાસ પડતાલ પર આજની કવર સ્ટોરી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો