રશિયાના કબજામાંથી પોતાના પ્રદેશો પાછા લેવા યુક્રેનનું સૈન્યઅભિયાન - ગ્રાઉન્ડ રિપોર્ટ

વીડિયો કૅપ્શન, યુક્રેનસૈન્યનું અભિયાન. રશિયા પાસેથી યુક્રેન કઈ રીતે વિસ્તારો પરત મેળવી રહ્યું છે...?
પ્રકાશિત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયામાં યુક્રેનિયના નવા ચાર પ્રદેશોનો રશિયામાં સમાવેશ કરવાની જાહેરાત કરી છે. આગામી થોડા દિવસોમાં રશિયામાં આ વિસ્તારોને ઔપચારિક રીતે સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે.

આ ચાર પ્રદેશો ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝોપોરિઝ્ઝ્યા છે, જેને રશિયામાં ભેળવી દેવાયા છે.

વર્ષ 2014માં રશિયાએ આ જ રીતે યુક્રેનના ક્રાઇમિયા દ્વીપકલ્પ પર કબજો જમાવ્યો હતો. આ વિસ્તાર હજુ પણ રશિયન નિયંત્રણ હેઠળ છે.

રશિયાએ જનમતસંગ્રહ હેઠળ આ વિસ્તારોને પોતાના અધિકારમાં લીધા છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરષ્ટ્રીયજગતમાં મોટા ભાગના દેશોએ આ પગલાને ગેરકાયદે માન્યું છે.

આ દરમિયાન યુક્રેનને રશિયાના કબજામાંથી પોતાના પ્રદેશનો પાછા મેળવવા સૈન્યઅભિયાન આદર્યું છે.

યુક્રેને કહ્યું છે કે તે પોતાના વિસ્તારોને પાછા લેવા માટે સંઘર્ષ કરતું રહેશે.

ત્યારે સમજીએ કે રશિયા-યુક્રેન યુદ્ધમાં આવેલો આ કેવો વળાંક છે. જુઓ, બીબીસીની આ કવર સ્ટોરી....

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન