જામનગર : હાથમાં મશાલ સાથે અંગારા પર રમાતા જામનગરના પ્રાચીન ગરબા

વીડિયો કૅપ્શન, હાથમાં મશાલ સાથે અંગારા પર રમાતા જામનગરના પ્રાચીન ગરબા
પ્રકાશિત

જામનગરના યુવાનો ગુજરાતના પ્રાચીન પરંપરાગત ગરબા રમે છે.

અહીં દર વર્ષે સ્થાનિક યુવાનો વિવિધ પ્રકારના પ્રાચીન ગરબા અને રાસ રમે છે, જેમાં મસાલ રાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે.

આ રાસમાં યુવાનો હાથમાં મસાલ રાખીને મા શક્તિની આરાધના કરે છે, જે બાદ તેઓ એક વર્તુળમાં અંગારાઓ પર નૃત્ય કરે છે.

આ ગરબીની વિશેષતા એ છે કે તેમાં પ્રાચીન નવરાત્રીનું સંપૂર્ણ પણે ધ્યાન રાખવામાં આવે છે, જેમાં તમામ વાજિંત્રોથી માંડીને વસ્ત્રો અને ગીતોનું ધ્યાન રાખવામાં આવે છે.

અહીં યુવાનો દ્વારા મસાલ રાસ ઉપરાંત, કણબી રાસ, દાતરડા રાસ, ગુલાટ રાસ, તલવાર રાસ જેવા વિવિધ પ્રકારના રાસ રમવામાં આવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન