ગુજરાતનું એ નગર જ્યાં નવરાત્રિમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે રમે છે

પ્રકાશિત

જૂનાગઢમાં દર વર્ષે નવરાત્રિમાં મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમે છે. આમ અહીં ગરબાના તાલમાં સામાજિક એકતાનો રંગ ભળે છે.

આ ગરબી મંડળમાં હિન્દુ બાળાઓ સાથે 70 મુસ્લિમ બાળાઓ ગરબે ઘૂમે છે.

અહીં મુસ્લિમ સમાજના સાથીદારો ગરબી મંડળમાં સક્રિયપણે ભાગ લે છે.

ગાયન-વાદનમાં પણ હિન્દુ-મુસ્લિમો સંગત આપે છે.

માના ગરબાની સાથે અહીં હિન્દુ સમાજના લોકો મુસ્લિમો સાથે હઝરત મિયાં મહમૂદશાહની દરગાહે ચાદર ચડાવવા જાય છે.

જુઓ આ પ્રેરણાદાયી વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો